મોરબી : મોરબીમાં આમ તો દરરોજ ઠેર ઠેર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે આજે સવારે પંચાસર ચોકડીથી દલવાડી સર્કલ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. અહીં વાહનોના થપ્પા લાગ્યા છે. જેને પગલે વાહનચાલકો અકળાય ઉઠ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.