મોરબી : મોરબી પંથકમાં ઠેરઠેર ટ્રાફિકજામ થવાની બાબત રોજિંદી બની ગઈ છે. ત્યારે આજે વધુ એક સ્થળે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેમાં મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી ઘુટુ સુધી ટ્રાફિકજામ થયો હતો. આથી હળવદ મોરબી હાઇવે પર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો અને અસંખ્ય વાહન ચાલકો અટવાયા હતા. કલાકો સુધી વાહનોની લાંબી લાઈનો લાગતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.