મોરબી : મોરબી- રાજકોટ હાઇવે ઉપર આજે રવિવારના સાંજના સમયે ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. જેમાં ભક્તિનગર સર્કલથી રાજપર ચોકડી સુધી વધુ પ્રમાણમાં ટ્રાફિકજામ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે એક તરફ લગ્નગાળો અને રવિવારની રજાના કારણે વાહનોની અવર જવર મોટા પ્રમાણમાં હોવાથી ઠેર ઠેર ટ્રાફિક જોવા મળી રહ્યો છે.