મોરબી: મોરબી નેશનલ હાઇવે પર લખધીરપૂર રોડ પર RCC રોડનું કામ ચાલુ હોવાને કારણે અને શક્તિ ચેમ્બર પાસે ડીવાઈડરનો કટ બંધ હોવાને લીધે વાહનોની લાંબી કતારો લાગી હતી. આ સ્થિતિને કારણે શક્તિ ચેમ્બર નજીક લગભગ દોઢ કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. જેથી વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.