ટ્રાફિક ડાયવર્ટ કરેલો હોય પણ રોડ ઉપર ખાડા અને પાણીના ખાબોચિયા ભરેલા હોવાથી દરરોજ સર્જાતી ટ્રાફિકજામની હૈયાહોળી મોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર રોડની કામગીરી દરમિયાન ટ્રાફિકજામની અંધાધૂંધી સર્જાઈ છે. જેમાં ટ્રાફિક ડાયવર્ટ કરેલો હોય પણ રોડ ઉપર ખાડા અને પાણીના ખાબોચિયા ભરેલા હોવાથી દરરોજ ટ્રાફિકજામની હૈયાહોળી સર્જાઈ છે. મોરબીમાં લીલાપર કેનાલ રોડ ઉપર હાલ રોડની કામગીરી ચાલી રહી છે. આથી આ રોડ પરના ટ્રાફિકને બાજુના શ્યામ ગ્લાસ વેર પાસેના રોડ ઉપર ડાયવર્ટ કર્યો છે.પણ રોડ ઉપર મસ મોટા ખાડા પડયા હોય અને એ ખાડામાં પાણી ભરેલા હોવાથી પાણી ભરેલા ખાબોચિયા તારવવા જતા ટ્રાફિકજામની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. જેમાં દરરોજ સાંજે અને સવારે ટ્રાફિકજામ સર્જાઈ છે જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.તેથી સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ આ ટ્રાફિકજામની સમસ્યા હલ કરવા રોડનું યોગ્ય રીતે રિપેરીગ કરવાની માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..