મોરબી: મોરબીના કેનાલ રોડ પર શાલિગ્રામની સામે ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીના ખાડાના કારણે દરરોજ આવી જ સ્થિતિ સર્જાઈ છે. આજે પણ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે ખાડાના પાણીનો નિકાલ કરી આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરાય છે. જેથી ટ્રાફિકની સમસ્યાનો અંત લાવી શકાય.