મોરબી : મોરબીના નિર્મલ વિદ્યાલય નજીકથી પસાર થઈ રહેલી ગ્લોરી સિરામીક ધરાવતા ગીરીશભાઈ માધવજીભાઈ સુવાળીયાની ઈનોવા કાર પર અચાનક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. જેને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ સમયે ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક એકઠા થઈ રસ્તા પર પડેલા વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને ટૂંકા ગાળામાં ટ્રાફિક ક્લીયર કરાવી રસ્તો ફરીથી કાર્યરત કરાવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.#Morbi #MorbiNews #Accident #PublicHelp #TreeFall #MorbiUpdate