મોરબી: શહેરના પાડા પુલ પાસે આજે સાંજે 7:15 કલાકે મોરબી-હળવદ રૂટની એસટી બસના ટાયરમાં પંચર પડતા બસ અધવચ્ચે ઉભી રહી ગઈ હતી. આ ઘટનાને પગલે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પીએસઆઈ ડી. બી. ઠક્કર સહિતના તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા રસ્તા પર ટ્રાફિક નિયમન કરવામાં આવ્યું હતું અને વાહનો એક તરફથી પસાર થઈ શકે તેવી વ્યવસ્થા કરી હતી. અંદાજે અડધી કલાક સુધી રસ્તો એકતરફી ચાલુ રહ્યો હતો, જે બાદ બસને ખસેડવાની કામગીરી પૂર્ણ થતા ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો.#Morbi #TrafficJam #STBus #MorbiUpdate #TrafficPolice #MorbiHalvad #Accident