અડધા રોડ સુધી લારી-ગલ્લા અને રિક્ષાઓ ખડકાઈ જતાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ: તંત્ર કડક પગલાં ભરે તેવી લોકમાગમોરબી અપડેટ: મોરબીના પુલ નીચે દર રવિવારે ભરાતી રવિવારી બજારમાં આડેધડ દબાણોના કારણે ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. રવિવારી બજારમાં વેપારીઓ દ્વારા અડધા રોડ સુધી લારી-ગલ્લા ખડકી દેવામાં આવે છે, ઉપરાંત રિક્ષા ચાલકો પણ આડેધડ વાહનો ઊભા રાખતા હોવાથી સવારથી જ અહીંથી પસાર થવું મુશ્કેલ બની જાય છે. અગાઉ ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે દબાણો દૂર કરી લારી-ગલ્લા ધારકોને નિયત જગ્યાએ જ ઊભા રહેવા સૂચના આપવામાં આવી હતી. જોકે, છેલ્લા 2 થી 3 રવિવારથી ફરી પરિસ્થિતિ જૈસે થે થઈ ગઈ છે. નિયમોનું પાલન ન થતાં માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્ર દ્વારા આ મામલે ફરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #TrafficJam #SundayMarket #MorbiNews #MorbiPolice