મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર દાદાશ્રીનગર પાસે હેવી વિજલાઈન અચાનક તૂટી પડતા નેશનલ હાઇવે ઉપરનો ટ્રાફિક થંભાવી દેવામાં આવ્યો હતો અને ટ્રાફિકજામ સર્જાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપર દાદાશ્રીનગર નજીક હાઈવેની મધ્યમાંથી પસાર થતી વિજલાઈન અચાનક તૂટી પડતા અફડા તફડીના માહોલ વચ્ચે વાહનવ્યવહાર થંભાવી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કચ્છને જોડતા આ હાઇવે ઉપર સતત વાહન વ્યવહાર ચાલુ રહેતો હોય વીજ વાયર તૂટી પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને ઘટનાની જાણ વીજ તંત્રને પણ દોડતું થયું હતું.