મોરબી : મોરબીથી રાજકોટ હાઇવે પર વારંવાર ટ્રાફિકજામ સર્જાવાની ઘટનો બને છે. રાજકોટ મોરબી વચ્ચે મોટી સંખ્યામાં વાહનો ચાલે છે. આ રોડ પર આજે વહેલી સવારથી ટ્રાફિકજામ થતા વાહનચાલકો ને પરવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઇવેને ફોરલેન બનાવની કામગીરી ચાલી રહી છે. જેમાં કોન્ટ્રાક્ટની અણઘડ નીતિને કારણે વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. રોડ કોન્ટ્રાક્ટર દ્વારા જાણે સુરક્ષા અને સલામતીના કોઈ નિયમો લાગુ જ પડતા ન હોય તેમ રોડ બનાવની કામગીરી કરવામાં આવી રહી છે. સાઈનબોર્ડ, રેડિયમનો ઉપયોગ કરવામાં ભારોભાર લાપરવાહી વર્તવામાં આવે છે. આ ઉપરાંત તેના કામદારોની સેફટી માટેના નિયમોનું પણ સરેઆમ ઉલ્લંઘન કરી કામદારો તેમજ વાહન ચાલકોના જીવનું જોખમ ઉભું કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન ન થતું હોવાનું જોવા મળે છે. તંત્રએ પણ જાણે આંખ આડા કાન કર્યા હોય તેમ કઈ તેને દેખાતું નથી. ત્યારે આજે સવારે બેડી નજીક પુલ પર કામગીરી ચાલુ કરી હોવાથી ટ્રાફિકજામ થતા તમામ વાહનચાલકો જામમાં ફસાયા હતા અને કલાકો સુધી પરેશાની ભોગવી હતી. પણ કોન્ટ્રાક્ટરને તો જાણે કઈ ફેર પડતો નથી તેવું વાહન ચાલકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. ટ્રાફિકજામની પોલીસને જાણ થતાં ટ્રાફિક કિલયર કરવા દોડી આવી હતી. અને મહા મુસીબતે જામ ક્લિયર કરાવ્યો હતો. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en