મોરબી : મોરબીના શનાળા રોડ પર મહેશ હોટેલ પાસે આજે એક એસટી બસને પંચર પડતાં બસ રસ્તા વચ્ચે ઉભી રહી ગઈ હતી. જેના કારણે રસ્તા પર થોડીવાર માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. જો કે તુરંત જ એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરે સ્પેરવ્હીલ લગાવીને બસને રસ્તા પરથી હંકારી હતી. ત્યારબાદ ટ્રાફિકજામ દુર થયો હતો.