મોરબી હળવદની ફોરલેનની કામગીરી ચાલુ હોય વરસાદને કારણે કીચડ થતા ટ્રાફિકજામ સર્જાયો મોરબી : મોરબીના ઘુંટુ અને ઉંચી માંડલ ગામ વચ્ચે બે ટ્રક સામસામે આવી જતા આજે ફરી ટ્રાફિકજામ થયો હતો. રોડની બન્ને તરફ બે ત્રણ કિમિ સુધી વાહનોની લાઈનો લાગી ગઈ હતી. ટ્રાફિકજામમાં અનેક વાહન ચાલકો ફસાતા ભારે હાલાકી ભોગવવી પડી છે. મોરબી હળવદ હાઇવેને હાલ ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ ફોરલેનની કામગીરી દરમિયાન એક બાજુના રસ્તામાં સતત વરસાદને કારણે ગારા કીચડના થર જામી ગયા છે. આથી રસ્તા પર ગારા કીચડના થર જમતા વાહનો ચાલી શકતા નથી. આથી ગારા કીચડમાં વાહનો સતત ફસાય રહ્યા છે. એક જ બાજુ રસ્તો ખુલ્લો હોય એ રસ્તા ઉપર ટ્રક સહિતના વાહનો સામસામે આવી જતા આજે મોરબીના ઘુંટુ અને ઉંચી માંડલ ગામ વચ્ચે ટ્રાફિકજામ સર્જાયો હતો. બે ત્રણ કિમિ સુધી વાહનોની લાઈનો લાગતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.