મોરબી : મોરબીમાં દિવસથી સાંજ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય બની ગયા છે. શનાળા રોડ અને રવાપર રોડ ઉપર કામ ચાલુ છે. જેથી ટ્રાફિક સર્જાય છે. સામાકાંઠે પણ ટ્રાફિકનો પ્રશ્ન સામાન્ય બની ગયો છે. ત્યારે આજે રાત્રે 9:30 વાગ્યાના અરસામાં વીસી ફાટક પાસે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ વેળાએ ત્રણેય બાજુએ વાહનોના થપ્પા લાગી ગયા હતા. જો કે એક બુઝર્ગે આ ટ્રાફિક ક્લિયર કરાવવા જહેમત ઉઠાવી હતી. બાદમાં અંદાજે અડધો કલાકથી વધુ સમય બાદ અત્યારે ટ્રાફિક ક્લિયર થયો છે.