મોરબી : મોરબીની શનાળા ચોકડીએ ટ્રાફિકજામની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. તેવામાં આજે સાંજના સમયે પણ અહીં ટ્રાફિકજામ સર્જાયો છે. હાલ અહીં વાહનોની લાંબી કતારો જામતા વાહનચાલકો અકળાયા છે. વધુમાં વાહનચાલકો અહીં ટ્રાફિકજામથી કાયમી મુક્તિ મળે તેવી તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે.