મોરબી : મોરબી શહેરના નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કૂલ પાસે આવેલ રેલવે ફાટક ઉપર ટ્રાફિક સમસ્યા કાયમી બની છે ત્યારે આજે સવારે બોર્ડની પરીક્ષાના પ્રારંભ સમયે જ નવલખી ફાટકે ટ્રાફિક જામ સર્જાતા જે વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર સેન્ટમેરી સ્કૂલમાં આવ્યું હતું તેવા વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડી હતી. આ અંગે મોરબીના વાલી સિધ્ધરાજસિંહએ નવલખી ફાટકનો પ્રશ્ન કાયમી હલ કરવા અને જ્યાં સુધી પરીક્ષાનો સમય છે ત્યાં સુધી અહીં પોલીસ મુકવા માંગ કરી હતી.