મોરબી : મોરબીના મહેન્દ્રનગર ચોકડી ઓવરબ્રિજ ખાતે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. લોકોના જણાવ્યા પ્રમાણે સવારથી સાંજ સુધી દરરોજ ટ્રાફિકજામ થાય છે. પીપળી અને હળવદ કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં આ ઓવરબ્રિજ ખાતે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. જેના કારણે દરરોજ વાહનચાલકો હેરાન થાય છે. ટ્રાફિકના જવાનો બેઠા હોય છે. સાથે જ ટ્રાફિક જવાનો આ જગ્યાએ વધુ મૂકવામાં આવે તેવી પણ માગ ઉઠી છે. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો લોકો રસ્તા રોકો આંદોલન કરશે તેમ પણ જણાવ્યું હતું.