20 ટ્રાફિક પોલીસ અને 37 ટ્રાફિક બ્રિગેડને હવાલે આખું શહેર, ટ્રાફિક પોલીસની ભારે અછતમોરબી : સીરામીક નગરી મોરબી શહેર દિવસે ન વધે તેટલું રાત્રે વધી રહ્યું છે, તાલુકામાંથી જિલ્લો અને નગરમાંથી મહાનગર બનેલા મોરબી શહેરમાં રોડ, રસ્તા, ગટરની સમસ્યા કરતા પણ વધુ ગંભીર સમસ્યા ટ્રાફિકની છે. શહેરમાં દરરોજ સવાર અને સાંજે બબ્બે કલાક સુધી લોકો ટ્રાફિકમાં ફસાયેલા રહે છે.ગંભીર બાબત તો એ છે કે, નગરમાંથી મહાનગર બનેલા મોરબી શહેરમાં માત્ર 20 ટ્રાફિક પોલીસમેન છે અને ઓછા પગારને કારણે ટ્રાફિક બ્રિગેડની અવાર નવાર ભરતી કરવા છતાં કોઈ નોકરી માટે રાજી ન હોય માત્ર 37 ટ્રાફિક બ્રિગેડ વડે ટ્રાફિક નિયમન થઇ રહ્યું છે. સ્ટાફની અછતને કારણે મોરબીના 36 પૈકી 16 ટ્રાફિક પોઇન્ટ રામભરોસે ચાલી રહ્યા છે.મોરબી શહેર તાલુકામાંથી જિલ્લો બન્યા બાદ પણ વર્ષોથી આંતરિક રસ્તાઓમાં કોઈ બદલાવ આવ્યા નથી. તો બીજી તરફ દિવસેને દિવસે સીરામીક ઉદ્યોગને કારણે મોરબી વિકાસની હરણફાળ ભરી રહ્યું હોવાથી માનવ વસ્તી અને વાહનોની સંખ્યા વધતા હવે શહેરના રસ્તાઓ ટૂંકા પડી રહ્યા છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે. જો કે, સાંકડા રસ્તાઓને કારણે ટ્રાફિક નિયમન આવશ્યક છે પરંતુ મોરબીમાં સીટીમાં ટ્રાફિક શાખામાં માત્ર 40 જેટલા ટ્રાફિક પોલીસની જ જગ્યા ભરાયેલ છે અને ટ્રાફિક પોલીસની સહાયતા માટે માત્ર 37 ટ્રાફિક બ્રિગેડ ઉપલબ્ધ છે. જેથી શહેરના 36 પૈકી 20 પોઇન્ટ ઉપર જ ટ્રાફિક પોલીસ નિયમિત ફરજ બજાવી શકે છે. જો કે, મોરબીમાં ટ્રાફિક સમસ્યા ઘણા વર્ષથી છે પરંતુ અધિકારીઓ ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકતા નથી જેના કારણે લોકોના પૈસા અને સમયનો વ્યય થઇ રહ્યો છે. હાલમાં શહેરના સામકાંઠે ત્રાજપર ચોકડીથી લઈ શનાળા ગામ પાસે આવેલ રાજપર ચોકડી સુધી , શનાળા બાયપાસથી લઈ નવલખી ઓવરબ્રિજ, લીલાપર કેનાલ રોડ પર એસપી ચોકડીથી ઉમિયા સર્કલ સુધી અને નવલખી રોડ, સ્ટેશન રોડ, અયોધ્યા પુરી રોડ સહિતના રોડ ઉપર સતત ટ્રાફિક સમસ્યાને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.ખાસ કરીને મોરબીની મુખ્ય બજારો પણ અત્યંત સાંકડી હોય દિવસે તો ઠીક રાત્રીના સમયે પણ લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળતી નથી.શહેરમાં ટ્રાફિક સમસ્યાના મુખ્ય કારણો- રોડ સાંકડા,- પાર્કિંગની જગ્યાનો અભાવ- રોડ વચ્ચે રીક્ષા ચાલકોનો અડિંગો- રોડ પર દબાણો- ટ્રાફિક નિયમનનનો અભાવ રિંગરોડ બને તો ટ્રાફિક સમસ્યા હળવી થઇ શકેહાલમાં મોરબી શહેરમાં મુખ્ય એક જ રસ્તો છે. શહેરના સામાકાંઠા વિસ્તારમાં જવા માટે શહેરની વચ્ચેથી જ પસાર થવું પડતું હોય ટ્રાફિક સમસ્યા કાયમી સર્જાય છે. જો મોરબી શહેર ફરતે રિંગ રોડ બનાવવામાં આવે તો આ ટ્રાફિક સમસ્યા હળવી થઇ શકે તેમ છે. સાથે જ પાર્કિંગ માટે વધુ જગ્યા ફાળવવાઈ અને રોડ પરના દબાણો દૂર કરવામાં આવે તો પણ ટ્રાફિક સમસ્યા હળવી થઇ શકે તેમ છે.મોરબી શહેરમાં આટલા ટ્રાફિક પોઇન્ટ છે(1) વીસી ફાટક (2) જડેશ્વર મંદિર (3) આસ્વાદ પાન (4) નાગર દરવાજો (5) જુના બસ સ્ટેન્ડ (6) HDFC ચોક (7) જયદીપ ચોક (8) નવા બસ સ્ટેન્ડ (9) ઉમિયા સર્કલ (10) પંચાસર ચોકડી (11) વાવડી ચોકડી (12) રવાપર ચોકડી (13) અવની ચોકડી (14) ત્રાજપર ચોકડી (15) ગેંડા સર્કલ (16) નટરાજ ફાટક (17) પોસ્ટ ઓફિસ ફાટક (18) માળીયા ફાટક (19) જુના ઘુંટુ રોડ ચોકડી (20) મહેન્દ્રનગર ચોકડી (21) સનાળા-રાજપર ચોકડી, (22) ભક્તિનગર સર્કલ, (23) દલવાડી સર્કલ, (24) વર્ધમાન ચોકડી (25) એસ.પી. રોડ ચોકડી (26) બાપા સીતારામ ચોક (27) સરદાર બાગ (28) રામ ચોક (29) ગાંધી ચોક (30) શાક માર્કેટ ચોક (31) શિવાની સીઝન પાસે (નવાડેલા રોડ ) (32) નવયુગ ગારમેન્ટ પાસે (33) ભોજાબાપા સર્કલ (રેલ્વે સ્ટેશન) (34) લખધીર ગેટ ચોકી (35) કુબેર સિનેમા (36) સેન્ટમેરી ફાટકટ્રાફિકના આટલા પોઇન્ટ રામ ભરોસે ચાલે છેમોરબી શહેરમાં (1) શનાળા-રાજપર ચોકડી (2) ભક્તિનગર સર્કલ (3) દલવાડી સર્કલ (4) વર્ધમાન ચોકડી (5) એસ.પી. રોડ ચોકડી (6) બાપા સીતારામ ચોક (7) સરદાર બાગ (8) રામ ચોક (9) ગાંધી ચોક (10) શાક માર્કેટ ચોક (11) શિવાની સીઝન પાસે (નવાડેલા રોડ ) (12) નવયુગ ગારમેન્ટ પાસે (13) ભોજાબાપા સર્કલ (રેલ્વે સ્ટેશન) (14) લખધીર ગેટ ચોકી (15) કુબેર સિનેમા (16) સેન્ટમેરી ફાટક એમ કુલ 16 ટ્રાફિક પોઇન્ટ એવા છે જ્યા ટ્રાફિક પોલીસ નથી હોતી, કેટલાક પોઇન્ટ ઉપર એવા છે જ્યાં માત્ર ટીઆરબી જ ફરજ ઉપર હોય છે.મોરબીમાં ત્રણ મહિનાથી ટોઈંગની કામગીરી બંધમોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે અનેક રસ્તા વન વે તેમજ એકી-બેકી પાર્કિંગ કરેલ છે. જેના કડક અમલીકરણ માટે વાહન ટોઈંગની કામગીરી કરવામાં આવતી હતી. પરંતુ આ ટોઇંગ માટેનું વાહન કંડમ થઇ જતા છેલ્લા ત્રણ માસથી આ કામગીરી બંધ કરી દેવામાં આવી છે જેના કારણે શહેરમાં આડેધડ પાર્કિંગ થવાથી ટ્રાફિક સમસ્યા વકરી છે. આ અંગે ટ્રાફિક પીઆઇ એચ. વી. ઘેલાએ જણાવ્યું હતું કે બાઈક અને કાર ટોઇંગ માટે કોન્ટ્રાકટ આપવા માટેની કાર્યવાહી હાથ ધારેલ છે જે મંજુર થઇ જતા ફરીથી કામગીરી શરુ કરાશે ટ્રાફિક બ્રાન્ચમાં મહેકમનો અભાવમોરબી જિલ્લા ટ્રાફિક બ્રાન્ચમાં 1 પીઆઇ, 3 પીએસઆઇ અને 46 નુ મહેકમ છે જેમાંથી 1 પીઆઇ, 3 પીએસઆઈ અને 40 ટ્રાફિક પોલીસ જ છે જેમાંથી પણ 20 જેટલા પોલીસ જવાન પોઇન્ટ ઉપર, 6 જેટલા પોલીસ જવાન હાઇવે પેટ્રોલીલિંગ, ઇન્ટર સેપટર વાન માં રોકાયેલ હોય છે. આ ઉપરાંત મોરબી શહેરમાં 70 જેટલા ટીઆરબી જવાનની જરૂર છે. જેમાંથી હાલ 35 જ છે. કારણકે અન્ય જગ્યાએ સારો એવો પગાર મળી રહેતા ફક્ત રૂ. 9000 જેટલા પગાર માં કોઈ આવવું તૈયાર થતું નથી. અને ઘણા બધા યુવાનો ટીઆરબીની નોકરી છોડીને મોલમાં તેમજ સિરામિકમાં અને અમુક તો રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ અંગે ટ્રાફિક પીઆઈએ જણાવ્યું હતું કે વધુ પોલીસ માટે માંગણી કરવામાં આવી છેટ્રાફિક સમસ્યા નિવારવા કોર્પોરેશનની પણ જવાબદારીમોરબીમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા મોરબી જિલ્લા ટ્રાફિક બ્રાન્ચ દ્વારા 18 જેટલી જગ્યાએ રીક્ષા સ્ટેન્ડ ફાળવવા, નો પાર્કિંગ, વન વે પાર્કિંગ, નો એન્ટ્રી સહિતના સાઈન બોર્ડ લગાવવા, વાહન પાર્કિંગ માટે જગ્યા ફાળવવી સહિતની માંગણી કરેલ છે. આ અંગે...