મોરબી : નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર નજીક દરિયાલાલ પાસે રોંગ સાઈડમાં એક ડમ્પર આવી જતા રફાળેશ્વરથી લઈ મકનસર સુધી ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા છે. આવા રોંગ સાઈડમાં આવતા ભારે વાહનોના કારણે અવારનવાર ટ્રાફિક અને અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે પોલીસ અને આરટીઓ આવા વાહન વિરૂદ્ધ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.