મોરબી : મોરબી, વાંકાનેર અને હળવદમાં સુ - વ્યવસ્થિત ટ્રાફિક નિયમન માટે મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. જેમાં 18 થી 40 વયના, 9 પાસ યુવક - યુવતીઓ અરજી કરી શકશે. આ માટે પુરુષો માટે ઉંચાઈ 5 ફૂટ 5 ઇંચ, મહિલા માટે ઉંચાઈ 5 ફૂટ, મોરબી શહેર તથા હળવદ તથા વાંકાનેર શહેર માટે ભરતી હોવાથી જે તે મહાનગરપાલિકા / નગરપાલિકા વિસ્તારના વતની હોવા જોઈએ, કોઈ પણ ગુન્હા નોંધાયેલા હોવા જોઈએ નહીં, આ અંગે નિયત થયેલ અરજી ફોર્મ પોલીસ અધિક્ષકની કચેરી ટ્રાફિક શાખા રૂમ નં. 11માંથી મેળવી શકાશે. ઉમેદવારે પોતાનું ફોર્મ તથા જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સાથે તા. 15-1-2026 સુધીમાં સો ઓરડી રોડ કલેક્ટર કચેરીની બાજુમાં પોલીસ અધિક્ષકની કચેરી ટ્રાફિક શાખા રૂમ નં. 11માં આપવાના રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.