બોલબાલા ચેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા મેકઅપ હેરસ્ટાઇલ સેમિનાર, વિવિધ રોગોનો મેગા કેમ્પ, સહિતના પાંચ કાર્યક્રમ યોજાયા મોરબી : મોરબી અને રાજકોટની સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે પાંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ટ્રાફિક જવાનોને પ્રોત્સાહિત કરવાના હેતુસર ટ્રાફિક બ્રિગેડનું સન્માન, મેકઅપ હેરસ્ટાઇલ સેમિનાર, વિવિધ રોગના મેગા કેમ્પ, ફ્રી મેકઅપ અને હેરસ્ટાઇલ સેમિનાર સહિતના પાંચ જેટલા કર્યક્રમ યોજાયા હતા.જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ટ્રાફિકના આકરા દંડના નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે મોરબીમાં ટ્રાફિક બગ્રેડના જવાનો આ નવા કાયદાનું સુચારુ રીત અને લોકો સાથે શિસ્તબ્ધ રીતે વર્તીને પાલન કરે તે માટે મોરબી અને રાજકોટની બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબી ટ્રાફિક એજ્યુકેશનના ટ્રસ્ટના સહયોગથી મોરબી, વાંકાનેર અને હળવદ ટ્રાફિક બ્રિગ્રેડનું સન્માન કરવામા આવ્યું હતું. અને ટ્રાફિક બ્રિગેડ ટ્રાફિકના સુચારુ આયોજનની જાણકારી આપવા માટે ટ્રાફિક સેમિનાર યોજાયો હતો.જેમાં નિવૃત આર.ટી.ઓ. અધિકારી જે. વી. શાહે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જિલ્લા પોલીસ વડા કરનરાજ વધેલા, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઇ, ઉપાધ્યાય, મોરબી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ જયતિભાઈ રાજકોટિયા, શશાંકભાઈ દંગી, સતિષભાઈ કાનાબાર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આરટીઓના નિવૃત અધિકારી ટ્રાફિક જવાનોને કહ્યું હતું કે માથે બરફ રાખીને પણ ટ્રાફિકનું યોગ્ય સંચાલન કરવું જોઈએ કોઈપણ વપરિત પરિસ્થિતિમાં પણ લોકી સાથે સદભાવના દાખવીને ટ્રાફિકના નિયમોનું પાલન કરીને પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તેવી તેમણે ટકોર કરી હતી. અને બને ત્યાં સુધી લોકો સાથે ઘર્ષણ ટાળીને ટ્રાકીકના નિયમીના પાલન અંગે શિસ્તના પાઠ ભણાવ્યાં હતા. આ તકે ટ્રાફિકની સારી કામગીરી કરનાર 7 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને ટ્રાફિક એસોસિએશન દ્વારા આગામી સમયમાં ટ્રાફિકની સારી કામગીરી કરનાર 11 જવાનોનું સન્માન કરાશે. ટ્રાફિક બ્રિગ્રેડ માટે મા કાર્ડ અને મેડિકલ સુવિધા પૂરી પાડવામાં આવશે.જયેશભાઇ ઉપાધ્યાયે પણ ટ્રાફિક બ્રિગેડને સંયમ સાથે ફરજ બજાવવાનું સૂચન કર્યું હતું. તેમજ મેકઅપ હેરસ્ટાઇલ અને ફ્રી મેકઅપ અને હેરસ્ટાઇલ સેમિનારનો મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો અને વિવિધ રોગના મહાકેમ્પનો અનેક દર્દીઓએ લાભ લીધો હતો. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274