મોરબી : રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અન્વયે ટ્રાફિક પીઆઇની સૂચના અને માર્ગદર્શન મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજમાં આવેલી તાલુકા શાળા ખાતે સરપંચ, ઉપસરપંચ તેમજ તલાટી મંત્રીની ઉપસ્થિતિમાં ટ્રાફિકના નિયમોની જાણકારી વિદ્યાર્થીઓને આપી પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન બાબતેની પ્રતિજ્ઞા ટ્રાફિક શાખા દ્વારા લેવડાવામાં આવી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.