વિદ્યાર્થીઓએ વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવા અપીલ કરીમોરબી : આજકાલ ટ્રાફિક અંગેની જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે ત્યારે આજ રોજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન મુજબ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મોરબી શહેરમાં ટ્રાફિક અવેરનેશ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ કર્મચારીઓની સાથે રહીને ટ્રાફિકનું નિયમન કરાવવામાં આવ્યું હતું. વાહનચાલકોને વિદ્યાર્થીઓએ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. સાથોસાથ અન્ય એક કાર્યક્રમમાં હળવદના ટીકરની સ્કૂલના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની જાણકારી આપવામાં આવી.આ અવેરનેશ ડ્રાઈવ અંગે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના શિક્ષકે જણાવ્યું હતું કે, આજકાલ ઘણા લોકોના મોત રોડ અકસ્માતના કારણે થઈ રહ્યા છે. ત્યારે અમારી શાળાના વિદ્યાર્થીઓએ રોડ સેફ્ટીની જરૂરિયાત અંગે વાહનચાલકોને સમજાવ્યા છે. ઘણા વાહનચાલકો ઓવરસ્પીડમાં વાહન ચલાવતા હોય છે. તો કેટલાક લોકો સીટ બેલ્ડ નથી બાંધતા તો ઘણા હેલમેટ નથી પહેરતા. ત્યારે આવા લોકોને સમજાવવામાં આવ્યું હતું કે જીવન કેટલું જરૂરી છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને ટ્રાફિક પોલીસને પૂરો સાથ સહકાર આપવો જોઈએ તેવી વાત પણ વાહનચાલકોને બાળકોએ સમજાવી હતી. વિદ્યાર્થીઓએ હાથમાં બેનર રાખીને રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને ટ્રાફિકના નિયમો અંગે સમજ આપી હતી.