25 થી 45 વર્ષની મહિલાઓ માટે માતૃશક્તિ શાખાનું સુંદર આયોજનમોરબી અપડેટ: બાળકોમાં સંસ્કાર, સંસ્કૃતિ અને જ્ઞાનનું સિંચન થાય તેમજ આપણી પ્રાચીન પરંપરાગત લોકસંસ્કૃતિનું જતન અને સંવર્ધન થાય તેવા ઉમદા હેતુથી 'ભારત વિકાસ પરિષદ' ની મોરબી શાખા (માતૃશક્તિ) દ્વારા એક અનોખી 'પ્રાચીન હાલરડાં સ્પર્ધા' નું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તારીખ 4 ઓક્ટોબર 2026, રવિવારના રોજ આ સ્પર્ધા યોજાશે (સ્થળ અને સમય આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે). આ સાંસ્કૃતિક સ્પર્ધામાં ભાગ લેવા માટે મોરબીની બહેનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.સ્પર્ધાના નિયમો અને માપદંડો: • આ સ્પર્ધામાં માત્ર 25 થી 45 વર્ષની વય ધરાવતી મહિલાઓ જ ભાગ લઈ શકશે. • સ્પર્ધા માત્ર મોરબી મહાનગરપાલિકા વિસ્તાર પૂરતી મર્યાદિત રહેશે. • હાલરડાંની રજૂઆત મહત્તમ 7 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે અને તે વ્યક્તિગત રીતે (Solo) જ રજૂ કરવાનું રહેશે. • નિર્ણાયકો દ્વારા સ્પર્ધકોનું મૂલ્યાંકન નીચેના માપદંડોના આધારે કરવામાં આવશે: - હાલરડાંની કૃતિની પસંદગી, સૂર, તાલ અને લય. - શબ્દોના સ્પષ્ટ તથા શુદ્ધ ઉચ્ચારણ. - સમયમર્યાદાનું પાલન અને ગાયનની વિવિધતા. - ભાવ, અભિવ્યક્તિ અને સમગ્ર રજૂઆત/પ્રસ્તુતિ. • સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને યોગ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવશે.રજીસ્ટ્રેશન માટે સંપર્ક:સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક બહેનોએ પોતાનું રજીસ્ટ્રેશન, પૂરું નામ, ઉંમર અને મોબાઈલ નંબર સાથે નીચે જણાવેલા કાર્યકર્તાઓ પાસે કરાવવાનું રહેશે: • કોમલબહેન પનારા: 98255 38376 • દર્શનાબહેન પરમાર: 76985 05149આ કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક દર્શનાબહેન પરમાર, મહિલા સહભાગીતા કોમલબહેન પનારા, કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણી, સચિવ વિશાલભાઈ બરાસરા અને અધ્યક્ષ ચિરાગભાઈ હોથી (ભારત વિકાસ પરિષદ, મોરબી શાખા) જહેમત ઉઠાવી રહ્યા છે.#MorbiUpdate #MorbiNews #BharatVikasParishad #Matrushakti #HalardaSpardha #CulturalEvent #MorbiWomen #Morbi