મોરબી : મોરબીના લાતી પ્લોટમાં અનેક પ્રશ્નો વચ્ચે લોકો પરેશાન થઈ રહ્યા છે. હાલ 4 નંબરની શેરીમાં ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. જેના કારણે અહીંના વેપારીઓ ત્રસ્ત થઈ ગયા છે. આ મામલે વેપારીઓએ મહાપાલિકામાં રજુઆત પણ કરી હોય, છતાં કોઈ રીપેરીંગ કામ કરવામાં ન આવ્યું હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે મહાપાલિકા આ પ્રશ્નને ગંભીરતાથી લ્યે તેવી માંગ વેપારીઓ કરી રહ્યા છે.