ટંકારા : હાલ અગન ઓકતા આકાશથી કાળા માથાના માનવીથી લઈને પશુ પક્ષી સહિતના જીવમાત્ર કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે બનતા તમામ પ્રયાસ કરી થોડી ઘણી રાહત મેળવી રહા છે. ત્યારે ટંકારા શહેરમાં ગરમીથી બચવા માટેની કામગીરી કરવામાં આવી છે. જેમાં મુખ્ય બજારોમાં દુકાનદારોએ ટેમ્પરેચર મેઈન્ટેનન્સ કરવા માટે નવતર કવાયત આદરી સૂર્યના કિરણો તાડપત્રીમાં ઝીલી અસહ્ય ઉકળાટ અને ગરમીમાં થોડીક રાહત મેળવવા ડેરાતંબુ તાણવામાં આવ્યા છે. આ દરમ્યાન સુર્યના કિરણો ઝીલવા કવાયત કરતા હોવાની તસવીરો સામે આવી છે.