વેપારીઓની દુકાન-ઓફિસ સુધીની અવર-જવર બંધ થઈ જતા ભારે રોષ : કલેકટરને રજુઆતમોરબી : ટીંબડીના પાટિયા પાસે અનેક કોમ્પ્લેક્ષની આગળ ગટર માટે ખોદકામ કરવામાં આવ્યું હોવાથી આવવા-જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. જેને લઈને વેપારીઓએ જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. આ રજુઆતમાં જણાવાયુ છે કે કંડલા હાઇવે ઉપર ટીંબડી પાટીયા પાસે શિવશક્તિ કોમ્પલેક્ષ, આવળ કોમ્પલેક્ષ, આવળ હાર્ડવેર, પાટીદાર કોમ્પલેક્ષ, ગોપાલ કોમ્પલેક્ષ, શ્રીનાથજી એન્જી. વર્કસ, રોનક કોમ્પલેક્ષ આવેલ છે. આ કોમ્પલેક્ષના આગળના ભાગે આવેલ હાઈવે રોડના કોર્નર ઉપર મોટી ગટરો માટે ખોદકામ કરવામાં આવ્યું છે. જેના લીધે વેપારીઓને કોમ્પલેક્ષમાં આવવા-જવા માટેનો રસ્તો બંધ થયેલ છે.હાઈવેની બંને બાજુ મોટી-મોટી ગટરો કરેલ હોય, તેમજ પીપળી વાળો રોડ બંધ કરેલ હોય, જેના લીધે કોઈ ગ્રાહક કે વેપારીઓ દુકાનો /ઓફીસોમાં આવી શકે તેમ ન હોય, હાઈવેના ટ્રાફીક જામ થતાં હોય, આ કોમ્પલેક્ષના તમામ ના વેપાર-ધંધાને મુશ્કેલી પડે છે. આ મોટી ગટરો હાઈવે રોડના બંને કાંઠે કરેલ છે જેને લીધે કોઈના વાહન લઈ તેની દુકાનો/ઓફીસો માં આવી-જઈ શકે તેમ નથી. આ કોમ્પલેક્ષોમાં આવવા-જવાનો કોઈ રસ્તો ખુલ્લો રાખેલ નથી અને જેમ આવે તેમ ઊંડી ગટરો કરી નાખેલ છે. જેને લીધે અમારે ધંધા-વેપાર કરવા મુશ્કેલી થયેલ હોય, આ અમારા પ્રશ્નનો તાત્કાલીક ધોરણે ઉકેલ લાવવામાં આવે તેવી માંગ છે.