વરસાદી પાણી દુકાનોમાં ઘૂસ્યા: વેપારીઓ અને શાકભાજી વિક્રેતાઓને હાલાકી મોરબી : મોરબીમાં વરસાદી માહોલ વચ્ચે લુહાણાપરા શેરી નંબર 2 સ્થિત શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે આ વિસ્તારની ગલીઓમાં પાણી ભરાઈ જતા સ્થાનિક વેપારીઓ અને નાગરિકોની હાલત કફોડી બની છે.શેરી નંબર 2 માં પાણી ભરાઈ જવાથી ગ્રાહકો અને શાકભાજીના વેપારીઓ ગંદા પાણીમાં ચાલીને જવા મજબૂર બન્યા છે. આ વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જતાં વેપારીઓના ધંધા-રોજગાર પર માઠી અસર પડી છે તેમજ માલસામાન બગડવાની ભીતિ સેવાઈ રહી છે. જેને લઈને સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે.#Morbi #MorbiNews #LuhanaPara #MonsoonUpdate #WaterLogging #MorbiUpdates #GujaratRain #VegetableMarket