દુકાન પાસે હરરાજી કરવાની અગાઉ ના પાડી હોય 5 શખ્સોએ હુમલો કર્યોહળવદ : હળવદ શહેરમા જૂની શાકમાર્કેટમાં દુકાન પાસે હરરાજી કરવાની ના પાડવા મામલે પાંચ આરોપીઓએ વેપારીની દુકાનમાં ઘુસી જઈ હુમલો કરી અંગૂઠામાં ગંભીર ઇજા કરી પાઇપ વડે માર મારતા હીંચકારા હુમલાના આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના સરા રોડ પર રહેતા અને જૂની શાક માર્કેટમાં દુકાન ધરાવતા ફરિયાદી અનિલભાઈ માણેકભાઈ મેઢા ઉ.55 નામના વેપારીએ આરોપી સુનિલ પ્રતાપભાઈ રબારી તેમજ અન્ય ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની દુકાન પાસે આરોપી હરરાજી કરતો હોય અગાઉ ના પાડી હતી. જે બાબતનો ખાર રાખી આરોપીઓએ દુકાનમાં ઘુસી લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી અંગૂઠામાં ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.