મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર ખાડામાં ટ્રેકટર પલ્ટી જતા ડ્રાઇવરને ઇજા થઈ હોવાનું જાણવા મળે છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પીપળી રોડ ઉપર વેન્ટો ડિજિટલ વોલ ટાઇલ્સની સામે પસાર થઈ રહેલું એક ટ્રેકટર અચાનક ખાડામાં પલ્ટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ડ્રાઇવરને આંગળીમાં સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.