મોરબી : ખારચિયા નજીક રોડ પાસે ટ્રેકટર પલ્ટી મારી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ટ્રેકટર નીચે ખેડૂત દબાઈ ગયા હોય તેઓનું મહામહેનતે રેસ્કયુ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર ખારચિયાથી આમરણ જતા રસ્તા ઉપર વિજયભાઈ નાનજીભાઈ બોપલીયા નામના ખેડૂત ટ્રેકટર લઈ પોતાના ઘરે જઇ રહ્યા હતા. તે વેળાએ તેઓએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેકટર રોડ ઉપરથી ઉતરી નીચે ખાડામાં પલ્ટી મારી ગયું હતું. આ અકસ્માતની જાણ થતાં રાકેશ પટેલ સહિતના યુવાનોની ટીમે જેસીબીની મદદથી રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જેમાં ટ્રેકટર નીચે ફસાયેલા ખેડૂતને બહાર કાઢવામાં આવ્યા હતા. સદનશીબે આ અકસ્માતમાં ખેડૂતને સામાન્ય ઇજાઓ જ પહોંચી હતી.