આજે એક દર્દી ડિસ્ચાર્જ થતા હવે સાત જ એક્ટિવ કેસ મોરબી : મોરબી શહેર અને જિલ્લો કોરોના મુક્તિ તરફ આગેકૂચ કરી રહ્યો હોય તેવી સ્થિતિમાં આજે એક પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો નથી, સાથે જ આજે એક દર્દી સાજો થતા એક્ટિવ કેસ ઘટીને 7 થયા છે. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેર અને જિલ્લામાં કુલ મળી 359 શંકાસ્પદ સેમ્પલ લઈ ચકાસણી કરવામાં આવતા એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી બીજી તરફ આજે મોરબીનો એક દર્દી સાજો નરવો થતા એકટિવ કેસ ઘટીને 7 થયા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરાયું છે.