કુલ છ વોર્ડની 24 બેઠકો માટે ચૂંટણી લડતા 54 ઉમેદવારોનું ભાવિ ઇએવીએમમાં કેદ માળીયા : માળીયા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે આજે યોજાયેલ મતદાન પ્રક્રિયામાં ચૂંટણી લડતા 54 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયું છે આજે સવારથી માળિયાના રહેવાસીઓ દ્વારા ઉત્સાહ સાથે લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું અને સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા સુધીમાં મતદાનનો સરેરાશ આંકડો 55.80 ટકા સુધી પહોંચ્યો હતો. પાલિકાના વોર્ડ નંબર 3માં સૌથી વધુ 64.77 ટકા અને સૌથી ઓછું વોર્ડ નંબર 5માં 45.48 ટકા મતદાન નોંધાયું હતું. ગત ચૂંટણીની તુલનાએ આ ચૂંટણીમાં 7 ટકાથી વધુ મતદાનમાં ઘટાડો નોંધાયો છે ગત ચૂંટણીમાં માળીયા પાલિકામાં 62.21 ટકા મતદાન થયું હતું. સાંજે છ વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા સુધીમાં માળીયા નગરપાલિકામાં વોર્ડ વાઈઝ નીચે મુજબ મતદાન નોંધાયું હતું. વોર્ડ -1- 58.17 વોર્ડ -2-58.75 વોર્ડ -3-64.78 વોર્ડ -4-51.66 વોર્ડ -5-45.48 વોર્ડ -6-54.68