મોરબી : આજે લેવાયેલી ધોરણ 12ની પરીક્ષાના રસાયણ વિજ્ઞાન અને અર્થશાસ્ત્રના પેપરમાં કુલ 54 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.આજે ધોરણ 12ના રસાયણ વિજ્ઞાન પેપરમાં ગુજરાતી માધ્યમમાં કુલ 1827 માંથી 7 જ્યારે અંગ્રેજી માધ્યમમાં 84 માંથી 1 મળી કુલ 8 વિદ્યાર્થીઓ તેમજ અર્થશાસ્ત્રના પેપરમાં ગુજરાતી માધ્યમમાંથી 6461 વિદ્યાર્થીઓમાંથી 46 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જોકે અંગ્રેજી માધ્યમમાંથી એક પણ વિદ્યાર્થી ગેરહાજર ન હતા. આમ આજે ધોરણ 12ની પરીક્ષામાં આજે કુલ 54 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.