આરટીઓ, પોલીસ અને ખાણ ખનીજ વિભાગને ખિસ્સામાં લઈને ફરતા ડમ્પર ચાલકો મન પડે ત્યાં માટી - પથ્થરના ઢગલાના કરે છે : અકસ્માતનું જોખમ ટંકારા : લજાઈ-જડેશ્વર રોડ પર ચાલતા ખનીજના ઓવરલોડ ડમ્પર ચાલકોએ હડમતિયા પાસે રોડ પર માટી - પથ્થર વેરણછેરણ કરી નાખતા નાના વાહન ચાલકો માટે અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છેમ જડેશ્વરની આજુબાજુમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી છે છતાં તંત્ર કુંભકર્ણની નીદ્રામાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લજાઈથી જડેશ્વર તેમજ સજનપર રોડ પર રાત્રીના સમયે ખનીજની બેફામ ચોરી થતી હોય છે અને ખાસ કરીને હડમતિયા પાસે વળાંકમાં રોડ પર પથ્થરોની વેરણછેરણથી નાના વાહનો અને અન્ય રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા ઓવરલોડ બેકાબુ ડમ્પરથી રોડ ઉપરના મકાનોમાં રહેતા પરિવારો માંડ-માંડ બચ્યા હતા. જો ખાણખનીજ વિભાગ આ માતેલા સાંઢની જેમ દોડતા ટ્રકોના ચાલકો સામે પગલાં નહીં લે, તો જરુર એક દિવસ આ ડમ્પર ચાલકો મોટી દુર્ઘટના સર્જશે. ગ્રામજનોમાં પણ હાલ રોષ ભભુકતો જોવા મળી રહ્યો છે. ત્યારે ગ્રામજનો આવા ટ્રકચાલકોને રોકી મેથીપાક આપવાના કે આંદોલન કરવાના મુડમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..