અનેક સ્થળોએ લાઇટ ગુલ : ઓચિંતો વાતવરણ પલટો, વીજળીના કડાકા- ભડાકામોરબી : મોરબી પંથકમાં આજે ભરઉનાળે જ વાતાવરણમાં પલટો આવ્યો છે. સાંજના અરસામાં મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. ઉપરાંત કરા પણ પડી રહ્યા છે.મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે સાંજે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. મોરબી શહેર, સામાકાઠે ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ કરા સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા ભડાકા પણ થઈ રહ્યા છે. ઓચિંતા આવેલા વરસાદે રોડ રસ્તા ઉપર પાણી ફેરવી દીધા છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં લાઈટ પણ ગુલ થઈ ગઈ છે.