મોરબી : મોરબીના શક્ત શનાળા ખાતે પંચવટી મિત્ર મંડળ નવા પ્લોટ દ્વારા આજે તારીખ 15 ડિસેમ્બરના રોજ રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.લીમડાવાસ મેલડી માતાજીના મંદિરના લાભાર્થે શક્ત શનાળાની જ્ઞાનવિહાર સ્કૂલની બાજૂમાં આવેલા પંચવટી હનુમાનજીના મંદિરે તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ રમાડવામાં આવશે. જેમાં ભુટો ભરવાડ, ભોળાભાઈ (ગગુડીયો), મિલન કાકડીયા સહિતના કલાકારો સંગીતમય શૈલીમાં રામદેવપીર મહારાજનું જીવન ચરિત્ર રજુ કરશે. રામામંડળના પ્રોડ્યુસર જયદિપસિંહ જાડેજા છે. તો આ રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવાયું છે.