મોરબી : મોરબીમાં અનેકવિધ સેવાકીય કાર્યો કરતું યંગ ઈન્ડિયા ગ્રુપ સેવાની સાથે સાથે સમાજને સંદેશો મળે તેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે. ત્યારે આવતીકાલે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન દિવસ હોય આ દિવસને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવવાનું યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા નક્કી કરાયું છે.આવતીકાલે 14 ફેબ્રુઆરીના રોજ યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ અને વંચિત બાળકોને વૈભવી કારમાં બેસાડી મોરબીની લટાર મરાવી સારી હોટેલમાં ભાવતા ભોજનીયા કરાવી વાત્સલ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. આ માટે આવતીકાલે સવારે 9 કલાકે મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાય મોલથી બાળકોની આ જોય રાઈડ શરૂ થશે. આ માટે કોઈ પાસે જો વૈભવી કાર હોય તો ફક્ત 2 કલાક માટે આ જોય રાઈડમાં કાર સેવા આપવા યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા અનુરોધ કરાયો છે.