મોરબીઃ આવતીકાલે તારીખ 11 જાન્યુઆરી ને બુધવારના રોજ PGVCL મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી અવધ ફીડર સવારે 8 થી બપોરના 4 વાગ્યા સુધી નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી માટે બંધ રહેશે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. આવતીકાલે આદીનાથ સોસાયટી, અમરનાથ સોસાયટી, આંબાવાડી, અમી પેલેસની બાજુનો વિસ્તાર, અવધ સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સત્કાર પાર્ટી પ્લોટ વાળો વિસ્તાર, મશાલની વાડી, સરદાર નગર 1/2, કણકડાની વાડી, મરીન ડ્રાઇવ, ઓમ પાર્ક, શ્રીકુંજ, વિજયનગર સોસાયટી, છાત્રાલય રોડ, નાની કેનાલ રોડ, શ્રીજી પાર્ક વગેરે જેવા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે..