મોરબી : આવતીકાલે તારીખ 23 ઓગસ્ટ ને બુધવારના રોજ નવા કનેક્શનની કામગીરી તેમજ મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી મુનનગર ફીડર સવારે 7-30 થી બપોરના 2-30 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી આ ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. આ ફીડરમાં આવતા ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમી સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચન્દ્રેશનગર, ન્યુ ચન્દ્રેશનગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન 19 અને 22, સતવારા એસ્ટેટ, લાતી પ્લોટ 2,3 અને 4 નો એરીયા વગેરે વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.