મોરબી : મોરબીમાં ધાર્મિક કાર્યોની સાથે જીવદયાના કાર્યો હંમેશા અગ્રેસર રહે છે. ત્યારે મોરબીમાં પાંજરાપોળ વાળા મેલડી માતાજી ગ્રુપ દ્વારા ગાયોના લાભાર્થે પાંજરાપોળ વાળા મેલડી માતાજીના પંચના માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આવતીકાલે તારીખ ૧૮-૦૩-૨૦૨૬ ને બુધવારના રોજ મોરબીમાં લીલાપર રોડ પર આવેલ પાંજરાપોળ ખાતે આ માંડવો યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં માતાજીના માંડવામાં જે કંઈ પણ ફાળો એકત્રિત થશે, તે તમામ રકમ ગૌશાળાની ગાયોના ઘાસચારા માટે વાપરવામાં આવશે તેવો ઉમદા નિર્ણય લેવાયો છે.માંગલિક પ્રસંગોની રૂપરેખા જોઈએ તો, તારીખ ૧૭-૦૩-૨૦૨૬ ને મંગળવારે રાત્રે ૯:૦૦ કલાકે માતાજીની બેઠક યોજાશે. ત્યારબાદ તારીખ ૧૮-૦૩-૨૦૨૬ ને બુધવારે સવારે શુભ ચોઘડિયે થાંભલી રોપણ અને સાંજે ૪:૦૦ કલાકે માતાજીના ફુલેકાનું આયોજન કરાયું છે. આ પાવન અવસરે બુધવારે સાંજે ૬:૩૦ કલાકે પાંજરાપોળ, લીલાપર રોડ ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૧૯-૦૩-૨૦૨૬ ને ગુરુવારે સવારે શુભ ચોઘડિયે થાંભલી વધામણા થશે.આ ધાર્મિક પ્રસંગમાં કળમના ભુવા હકાભાઈ જગાભાઈ ઝાપડા (સીદીબાપાની મેલડી માતાજી) ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ ખ્યાતનામ કલાકારો જે.કે.ટીબા અને વિપુલ ખટાણા પોતાની આગવી શૈલીમાં જમાવટ કરશે. આ ઉપરાંત મોરબી, લીલાપર, ફાટસર, બરવાળા, જોધપર, સજનપર સહિતના આસપાસના ગામોમાંથી પંચના ભુવાઓ વિશેષ ઉપસ્થિત રહેશે.જે ભાવિક ભક્તો રૂબરૂ દર્શનનો લાભ ન લઈ શકે તેમના માટે 'KT STUDIO' યુટ્યુબ ચેનલ પર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. આ ધાર્મિક કાર્યમાં પધારી માતાજીના દર્શન તથા પ્રસાદનો લાભ લેવા પાંજરાપોળ વાળા મેલડી માતાજી ગ્રુપ દ્વારા ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MeldiMataji #Mandvo #Gaushala #Gauseva #LilaparRoadMorbi #Panjrapol