100થી વધુ સ્પર્ધકો અવનવી રંગોળી દોરશે, 40થી વધુ સ્પર્ધકો વેલકમ ડ્રિન્ક્સ બનાવશે : સાંજે 4 કલાકે સ્પર્ધા નિહાળવા માટે પધારવા જાહેર આમંત્રણમોરબી : મોરબી અપડેટ દ્વારા આવતીકાલે તા. 09 નવેમ્બરે ઉમિયા સર્કલ નજીક ડોલ્સ એન્ડ ડ્યુડ્સ શાળા (ગાંધીનું કારખાનું) ખાતે રંગોળી અને વેલકમ્ ડ્રિન્ક્સ સ્પર્ધાનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રંગોળી સ્પર્ધામાં 100 જેટલા સ્પર્ધકો ભાગ લેશે. વેલકમ ડ્રિન્ક્સ સ્પર્ધામાં 40 થી વધુ સ્પર્ધકો ભાગ લેવાના છે. વિજેતા સ્પર્ધકોને સોના સહિતના ઇનામોથી સન્માનિત કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ બનાવેલી અવનવી રંગોળી લોકો 4.30 વાગ્યે જોઈ શકશે. ઉમિયા સર્કલ નજીક ડોલ્સ એન્ડ ડ્યુડ્સ શાળા ખાતે યોજાનાર આ સ્પર્ધામાં બપોરે 2 વાગ્યે રંગોળી સ્પર્ધા શરૂ થશે. જેમાં સ્પર્ધકે 1.45 વાગ્યા સુધીમાં સ્થળ પર પહોચી જવાનું રહેશે અને બપોરે 2 થી 5 વાગ્યા સુધીમાં 3 કલાકના સમયગાળામાં રંગોળી બનાવવામાં આવશે. સ્પર્ધાના જજ રંગોળીનું નિરીક્ષણ કરી પરિણામ નક્કી કરશે. ત્યાર બાદ વિજેતાનો સન્માન સમારોહ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે. અને સ્પર્ધા પૂર્ણ થયા બાદ તમામ લોકો માટે રંગોળીનું પ્રદર્શન ખુલ્લું મુકાશે જેમાં તમામ લોકો સ્પર્ધામાં રજૂ થયેલી રંગોળી જોઈ શકશે.