મોરબી : મોરબીમાં પ્રજાપતી યુવા સંગઠન દ્વારા પ્રજાપતિ સમાજની યુવા શક્તિને ઉજાગર કરવા અને યુવા શક્તિને સાચી દિશામાં સકારાત્મક કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે આવતીકાલે તા.18ને રવિવારે સાંજે 4થી 7 વાગ્યા દરમિયાન હરભોલે બેન્કવેટ હોલ શનાળા રોડ, સત્યમ પાનવાળી શેરી મોરબી ખાતે પ્રજાપતિ યુવા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અતિથિ વિશેષ તરીકે 1008 મહામંડલેશ્વર શિવરામદાસજી અને મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહેશે. આ તકે જાણીતા લેખક અને ફિલોસોફર ડો.સતીષ પટેલ અને મોરબી અપડેટના સુપ્રિમો તેમજ જાણીતા સિનિયર પત્રકાર દિલીપભાઈ બરાસરા પ્રજાપતિ સમાજના યુવાનોને માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમનું સંચાલન ડો. અમિષા રાચ્છ કરશે.