ટંકારા : દિવાળીના પવિત્ર પર્વ દરમિયાન રક્તદાન કેમ્પની અભાવને કારણે જરૂરીયાતવાળા દર્દીઓને રક્તની અછત ન થાય તે માટે સ્લોગન ફાઉન્ડેશન અને સંસ્કાર બ્લડ બેંક દ્વારા 18 ઓકટોબર ને શનિવારે સવારે 9 થી 12 વાગ્યા સુધી સ્લોગન પોલિપેક, સરાયા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ રક્તદાતાઓને આ રક્તદાન કેમ્પમાં સહભાગી થઈને રક્તદાન કરવા સંસ્કાર બ્લડ બેંક અને સ્લોગન ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી છે.