ટંકારા, મોરબી અને જોડિયાના હેઠવાસમા આવતા 11 ગામોને એલર્ટ કરાયામોરબી : ટંકારા તાલુકાના નસીતપર ગામ નજીક આવેલ ડેમી - 2 સિંચાઈ યોજના ડેમના દરવાજા રીપેર કરવાના હોવાથી આવતીકાલે તા.12મીએ ડેમના છ દરવાજા ખોલી પાણી છોડવામાં આવનાર હોય ટંકારા, મોરબી અને જોડિયા તાલુકાના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.ડેમી - 2 સિંચાઈ યોજનાના સેક્સન ઓફિસર દ્વારા સતાવાર જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ ટંકારા તાલુકાના નસીતપર નજીક આવેલ ડેમી - 2 સિંચાઈ યોજનાના રેડિયલ ગેટ રીપેર કરવા માટે આવતીકાલે તા.12ના રોજ 9.30 કલાકે ડેમના 6 દરવાજા ખોલી ડેમમાં રહેલ જળ જથ્થો નદીમાં વહાવવામાં આવશે જેથી ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપરા, મોટા રામપર, મોરબી તાલુકાના ચાચાપર, ખાનપર, કોયલી, ધૂળકોટ, આમરણ, ડાયમંડનગર અને બેલા તેમજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનું ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા ચેતવણી આપવામાં આવી છે.