મોરબી : આવતીકાલે તારીખ 28 જુલાઈ ને સોમવારના રોજ રાત્રે 9 વાગ્યા થી 10-15 કલાક સુધી લખધીરવાસ સ્થિત આર્ય સમાજ ખાતે 'ઘર કો સ્વર્ગ કૈસે બનાયે' વિષય પર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વેદવિદ્યાના ઉપાસક દર્શન યોગ ધામ લાકરોડાના નિર્દેશક અને દર્શન યોગ મહા વિદ્યાલય આર્યવન રોજડના આચાર્ય અને સન્યાસી વિવેકાનંદજી પરિવ્રાજક ઉપસ્થિત રહીને પોતાની અમૃતવાણીનો લાભ આપશે. તો આ કાર્યક્રમમાં સહ પરિવાર મિત્ર વર્તુળ સાથે વધારવા આર્ય સમાજ પરિવાર સમસ્ત ટ્રસ્ટીગણ તથા સર્વે આર્ય સદસ્યો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.