મોરબીઃ આવતીકાલે તારીખ 1 માર્ચ ને બુધવારના રોજ મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી અવધ ફીડર સવારે 7-30 થી બપોરે 2 વાગ્યા સુધી નવી લાઈનકામની કામગીરીના કારણે બંધ રહેશે. જેના કારણે અવધ ફીડર હેઠળના અનેક વિસ્તારોમાં વીજ કાપ રહેશે. આવતીકાલે બુધવારે સવારે 7-30 થી બપોરે 2 વાગ્યા સુધી આદીનાથ સોસાયટી, અમરનાથ સોસાયટી, આંબાવાડી, અમી પેલેસની બાજુનો વિસ્તાર, અવધ સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સત્કાર પાર્ટી પ્લોટ વાળો વિસ્તાર, મશાલની વાડી, સરદાર નગર 1/2, કણકડાની વાડી, મરીન ડ્રાઇવ, ઓમ પાર્ક, શ્રીકુંજ, વિજયનગર સોસાયટી, છાત્રાલય રોડ, નાની કેનાલ રોડ, શ્રીજી પાર્ક વગેરે જેવા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.