એઇડ્સગ્રસ્ત યુગલ બન્યું સમદુખ્યું જીવનસાથી ; પછી થયો સંઘર્ષ પણ પ્રેમ રહ્યો અખંડ યુવાને બે સંતાનોની માતા સાથે મૈત્રીકરાર કરતા પરિવારનો અસ્વીકાર થવા છતાં સાથ ન છોડ્યો : એઇડ્સની મહામારીમાં સપડાયા હોવા છતાં ખુશમિજાજી તરીકે જીવન વિતાવીને અન્ય એઇડ્સ ગ્રસ્તોને જીવન જીવવાનું પ્રેરણાબળ પૂરું પાડે છે. મોરબી : સામાન્ય રીતે એઇડ્સ જેવી મહામારીમાં સપડાયા હોવાનું ખબર પડે કે તરતજ ભલભલા આદમીના મોતિયા મરી જાય છે સમાજ પણ તીરસ્કૃત નજરે જોશે તેવા ભયથી એઇડ્સગ્રસ્ત લોકો ક્યારેક ન ભરવાના અંતિમ પગલાં ભરી બેસે છે.પરંતુ મોરબીની એક એવું પ્રેમી યુગલ છે.કે જેમને એઇડ્સ લાગુ પડ્યો છે.એઇડ્સ લાગુ પડ્યા બાદ એક સંસ્થાના માધ્યમથી પરિચયમાં આવીને પ્રેમના તાંતણે બંધાયને આ યુગલ જીવનના હમસફર બન્યા હતા, બન્ને એઇડ્સગ્રસ્ત હોવાથી અત્યાર સુધીની તેમની સહજીવનયાત્રા સંઘર્ષમય રહી છે.પરંતુ બન્ને વચ્ચે પ્રેમ સદાય અખંડ રહ્યો છે. મોરબીમાં રહેતા જયેશભાઇ આણદજીભાઈ પઢારિયા ઉ.વ.48 અને તેમના પત્ની રંજનબેન ઉ.વ.42 એ બન્ને વર્ષ 2004થી એઇડ્સગ્રસ્ત છે.બન્ને ભણેલા ભલે ઓછું હોય પણ જીવનના ગણિતનું સંપૂર્ણપણે જ્ઞાન હોય તેમ આવી મહામારી લાગુ પડી હોવા છતાં કોઈપણ પ્રકારની ફરિયાદ કે સમાજના તિરસ્કારની પરવા કર્યા વગર ઈશ્વરે આપેલી જિંદગીને ખુશીથી જીવી લેવામાં માને છે. એઇડ્સ લાગુ પડ્યા બાદ જીવનમાં કેટલો સંઘર્ષ વેઠવો પડ્યો તે અંગે જયેશભાઇ ખેલદિલીથી વાત કરતા કહે છે.કે એઇડ્સ લાગુ પડ્યા બાદ સૌથી વધુ માનસિક સંઘર્ષ વેઠવો પડતો હોય છે. પરંતુ મને એઇડ્સ લાગુ પડ્યા બાદ જાણે આ બીમારી લાગુ જ ન પડી હોય તે રીતે પહેલાની જેમ સમાજ અને પરિવારમાં ખુશમિજાજ તરીકે જ જીવન વિતાવું છે અને તેમની પત્ની પણ આ રીતે જીવન જીવે છે. તેમના બન્ને વચ્ચેના પ્રેમ વિશે કહે છે કે,તેમના બન્નેના આ બીજા લગ્ન છે.રંજનબેનના પતિનું કેન્સર અને એઇડ્સની બીમારીથી 2006માં અવસાન થયું હતું.તેમને આ પ્રથમ પતિથી બે સંતાનો છે.જ્યારે જયેશભાઇના અન્યત્ર લગ્ન થયા હોય પણ તે વખતે પ્રથમ પત્નીથી છૂટાછેડાનો કેસ ચાલતો હતો.એ દરમ્યાન બન્ને મોરબીમાં એઇડ્સની જન જાગૃતિના એક સંસ્થાના કાર્યક્રમમાં બન્ને મળ્યા હતા અને ત્યારે બાદ ગાઢ પરિચય કેળવતા બન્નેએ એકબીજાના સમદુખ્યાં બનીને જીવનસાથી બનવાનું નક્કી કર્યું હતું.એ વખતે જયેશભાઇના છુટાછેડા થયા ન હતા.તેમ છતાં બન્નેએ મૈત્રીકરાર કર્યા હતા. જયેશભાઈએ બે સંતાનોની માતા સાથે મૈત્રીકરાર કરતા તેમનો પરીવાર નારાજ થયો હતો .પરંતુ પરિવારની નારાજગીની પરવા કર્યા વગર જ બન્ને સંતાનોની માતાને અપનાવીને બન્ને સંતાનોને પોતાના પુત્રોની જેમજ ઉછેર કરે છે.તેઓ ફર્નિચરમાં સેલ્સમેન તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે .15 વર્ષથી એઇડ્સ લાગુ પડ્યો હોવા છતાં આ યુગલના જીવનમાં અનેક ચડતી પડતી આવી છે પણ હસતા મુખે જીવનના દરેક પડકારોનો સામનો કરીને એકબીજા પ્રત્યે પ્રેમમાં સમર્પણ અને ત્યાગની ભાવના રાખતા હોવાથી તેમને જીવન ક્યારેય બોજારૂપ લાગતું નથી એઇડ્સગ્રસ્ત બે વ્યક્તિઓને આપઘાત કરતા બચાવ્યા મોરબીમાં એઇડ્સની જનજાગૃતિ ચલાવવામાં જ્યેસભાઈનો સિંહફાળો છે.તેમને વર્ષોથી એક સંસ્થા બનાવીને એઇડ્સગ્રસ્ત લોકોને જીવન જીવવાનું હકરાત્મક માર્ગદર્શન આપે છે.આગાઉ તેમને બે એઇડ્સગ્રસ્ત વ્યક્તિને આત્મહત્યા કરતા બચાવી લીધા હતા.તેઓ એટલું જ કહે છે કે,એચ.આઈ વી.બીમારી લાગુ પડવી એ કોઈ જીવનનું છેલ્લું સ્ટેજ નથી.નિરાશા મનમાંથી ખંખેરી નાખો તો જીવન મધુર લાગશે મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en