મોરબી : મોરબીના પત્રકાર સન્ની વ્યાસનો આજે જન્મદિવસ છે. આજે તેઓ પર ઠેર ઠેરથી જન્મદિવસની શુભકામનાઓ વરસી રહી છે. અકીલાના પત્રકાર પ્રવીણભાઈ વ્યાસના પુત્ર તેમજ સૌરાષ્ટ્ર આસપાસમા પત્રકાર તરીકે ફરજ નિભાવતા સન્ની વ્યાસનો આજરોજ જન્મદિવસ છે. મળતાવળા તેમજ સરળ સ્વભાવના સન્ની વ્યાસ પર આજે જન્મદિવસની અભિનંદન વર્ષા વરસી રહી છે. તેઓ સતત પ્રગતિના શિખરો સર કરતા રહે અને હમેશા નિરામય રહે તેવા મિત્ર વર્તુળ તેમજ સ્નેહીજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.