ભાગીદારીમા ચાલતા ડમ્પરના ફેરા કરવાનું કહેતા જ પિતા પુત્રએ ભાગીદારને ફટકાર્યો મોરબી : મોરબીમા ભાગીદારીમાં ખરીદેલ ડમ્પરના ભાગીદાર ફેરા કરતો ન હોવાથી અન્ય ભાગીદારે પડતર પડેલા ડમ્પરના ફેરા કરવાનું કહેતા અન્ય ભાગીદાર અને તેના પિતાએ મળી યુવાનને ધમારી નાખી હવે તો ઠામ પતાવી દેવો છે તેવી ધમકી આપતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના આંબેડકર નગરમાં રહેતા છગનભાઇ રઘુભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસ મથકમાં શિવપાર્કમાં રહેતા આરોપી સંજય વિનુભાઈ રાઠોડ અને વિનુભાઈ રાઠોડ નામના પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓને સંજય સાથે ભાગીદારીમાં ડમ્પર ટ્રક ખરીદેલ છે અને સિરામિક વેસ્ટજના ફેરા કરે છે. વધુમાં આરોપી સંજય છગનભાઇ સાથે ભાગીદારીમાં રહેલા ડમ્પરના ફેરા કરવાને બદલે પોતાના અન્ય ડમ્પરના ફેરા કરતો હોય છગણભાઈએ આરોપી સંજયને કહ્યું હતું કે તું આપણા ભાગીદારીમાં રહેલા ડમ્પરના ફેરા કર તો હપ્તાના પૈસા નીકળે, આવું કહેતા ઉશ્કેરાઈ ગયેલ સંજય અને તેના પિતા વિનુએ છગનભાઇ ઉપર હુમલો કરી હવે તો ઠામ પતાવી દેવો છે તેવી ધમકી આપતા છગનભાઈએ બન્ને ભાગીદાર પિતાપુત્ર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.